ભુજ – ભચાઉ હાઈવે પર અકસ્‍માતમા ૨ ભાઈ સહિત ૩ ના મોત : ૮ ગંભીરભુજ – ભચાઉ હાઈવે પર અકસ્‍માતમા ૨ ભાઈ સહિત ૩ ના મોત : ૮ ગંભીર

ભુજ - ભચાઉ હાઈવે પર અકસ્‍માતમા ૨ ભાઈ સહિત ૩ ના મોત : ૮ ગંભીર

ભૂજ-અમદાવાદ તા.૧૨: ભૂજ -ભચાઉ હાઈવે પર અકસ્‍માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે. અને ૮ લોકો ઘાયલ થયા છે. પોલીસે તાત્‍કાલિક ઘટના સ્‍થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ ભૂજ-ભચાઉ ધોરી માર્ગ આજે વહેલી સવારે ૬ વાગે અકસ્‍માત થયો હતો. આ અકસ્‍માતમાં દિવ-સોમનાથથી પાછા ફરતા સોની પરિવારને અકસ્‍માત નડયો હતો.

 

આ અકસ્‍માતમાં બાપા દયાળુ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ સોની, તેમના ભાઈ મનોજ સોની, અને દિલીપ સોનીના ઘટના સ્‍થળ પર મોત થયા છે.રસ્‍તામાં કૂતરૂ વચ્‍ચે આવી જતા તેને બચાવવામાં જીપ પુલના ડિવાઈડર પર ઘૂસી ગઈ હતી. તેમાં બે સગાભાઈ સહિત ત્રણ લોકોના મોત થયા છે. અને ૮ જણા ગંભીર રીતે ઘાયલ થયા છે.

જ્‍યારે આ અકસ્‍માત થયો ત્‍યારે આજુ બાજુના લોકો તાત્‍કાલિક ઘટના સ્‍થળ પર દોડી આવ્‍યા હતા. અને ૧૦૮ને તરત જ ફોન કરી બોલાવામાં આવી હતી. અને આ ઘટના સ્‍થળે પોલીસ તાત્‍કાલિક આવી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

૮ લોકો ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

Exit mobile version