પુણા ગામ ની સોસાયટી માંથી રસ્તો કઠાતા મહિલાઓનો વિરોધ

થાળી વગાડી વિરોધ કર્યો અને કોરોનાની ફરી યાદ અપાવી

પુણાગામમા આવેલ અમિપાર્ક સોસાયટી માંથી રસ્તો કાઠવા માં આવતા સોસાયટી ની મહિલાઓ એ ભેગા મળીને થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ નોંધાવવાનું કારણ એવું છે કે સોસાયટી માંથી TP રસ્તો કાઢવા બદલ SMC વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી થાળીઓ વગાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સોસાયટીના મતદારો આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચેતવણી પણ આપી હતી. જોકે આ PT રોડ બને તો અહીંથી અંદર આવેલી અન્ય સોસાયટીઓમાં પણ પાણી અને ગટર વગેરે સુવિધા આપી શકાય તેમ હોય TP રસ્તો નો અમલ જરૂરી હોય તેવું મનપા નાં સુત્રો જણાવી રહ્યા છે. અમી પાર્ક સોસાયટીમાં બસો થી વધુ મકાનો આવેલ છે. આ સોસાયટી વરસો જૂની છે. જો કે 2019નાં. વર્ષમાં અહીંની પ્રિલીમરી ટીપી સ્કીમ મંજુર કરવામાં આવી હતી. તેમાં સોસાયટીના રસ્તાને ટીપી રસ્તો જાહેર કરાયો હતો. આ રસ્તો ખુલ્લો કરવા માંટે સોસાયટીની કમ્પાઉન્ડ ની દિવાલ અને એક ઘરનો દાદર તોડવો પડે તેમ છે. જે માંટે મનપા દ્વારા નોટીસ આપવામાં આવતા સોસાયટી વાસીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે જો સોસાયટી માંથી રોડ પસાર થાય તો મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા. અને બીજીબાજુ બાળકોને રમવાની જગ્યા પણ ન મળે. દરરોજ સંખ્યાબંધ વાહનો પણ પસાર થાય તો અકસ્માત નો પણ ભય રહે છે.

Exit mobile version