સુરત શહેર માં યુવકને રસ્તા પર દોડાવી ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી

સુરત શહેર માં ૪૮ કલાક મા ૩હત્યા થતાં શહેર મા ગભરાટ નો માહોલ

સુરત ખટોદરા પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ માનદરવાજા ખાતે પદમાનગર માં રહેતી જાહારાબાનુ હનિફ અમીર શેખે ખટોદરા પોલીસ સ્ટેશનમાં તેના પતિ હનિફ ની હત્યા કરનારા અને પતિના મિત્ર મોહસીન સૈયદ ની હત્યાનો પ્રયાસ કરનારા આરોપી મોહંમદ એજાઝ ઉર્ફે ખંજરી, મોહંમદ અજરુદ્દીન ઉર્ફે છોટા ખંજરી, આબીદ ઉર્ફે ડોન, અજીમ ઉર્ફે ચીરા, અકબર ઉર્ફે સુપડું, અને ગોપાલ સુભાષ સોનવણે. આ તમામ રહેવાસી માનદરવાજા ના હોય તેઓની સામે ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે રાત્રે ૧૧વાગ્યાની આસપાસ તમામ અરોપીઓએ રીંગ રોડ સબજેલ પાસે ના ગોટાવાલા ની સામે આવ્યા હતા. ત્યાં હનીફની પાછળ દોડીને બ્રીજ નીચે જઈ હનીફને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી. તેની સાથે તેનો મિત્ર મોહસીન પર પણ જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે ખટોદરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કહેવાય છે તે હનીફ અને તેનો મિત્ર પોલીસને આરોપીઓ ડ્રગ્સ નુ વેચાણ કરતા હોવાની બાતમી આપતા હોવાની શંકા રાખીને હત્યા કરી હતી. મૃતકના ભાઇ નુ કહેવું છે કે તેના મિત્રો ઘરેથી ઉપાડી ગયા હતા અને ત્યારબાદ તેના મિત્રોએ આરીફને ફોન કરીને બોલાવ્યો હતો.

Exit mobile version