પાટણ… સાંતલપુર પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો સાંતલપુર તાલુકામાં ઝંઝાવાતી પ્રચાર

પાટણ… સાંતલપુર

પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો સાંતલપુર તાલુકામાં ઝંઝાવાતી પ્રચાર

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગામ ખાતે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર  ચંદનજી ઠાકોરની  ચૂંટણી લક્ષી જનસભા રાખવામાં આવી હતી.જેમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં જોર શોરથી પ્રચાર પ્રસાર માધ્યમો તેજ બનાવવામાં આવ્યા છે.  સાંતલપુરના બાબરા ખાતે લોક સંપર્ક  કાર્યક્રમ યોજાયો જેમાં રાધનપુરનાં પૂર્વ ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ સહિત કોંગ્રેસ કાર્યકરો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

સભા પ્રસંગે ગામની દીકરીઓ દ્વારા ચંદનજી ઠાકોર  નું તેમજ રાધનપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ નું તથા આવેલ તમામ આગેવાનો નું કુમકુમ તિલક  તથા શ્રીફળ થી સન્માન કરવામાં આવ્યું હતું.

ચંદનજી ઠાકોરએ આ દેશનું બંધારણ બચાવવા માટે સંસદમાં અવાજ  ઉઠાવીશ એવી ખાત્રી આપી અને બાબરા ગામ તથા આજબાજુના વિસ્તાર ના લોકોનો ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો હતો.પાટણ લોકસભા કોંગ્રેસ પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા લોકોએ વિશ્વાસ આપ્યો હતો .પ્રચાર સભામાં રાધનપુરના પુર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ઠાકોર સહિત અન્ય કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના બાબરા ગામ માં કોંગ્રેસ ના ઉમેદવાર ચંદનજિ ઠાકોર અને રાધનપુર ના પૂર્વ ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ અને કોંગ્રેસ ની આખી ટીમ આજે સાંતલપુર તાલુકા માં લોકસંપર્ક કાર્યક્રમ કરવામાં આવ્યો બહુ મોટી સંખ્યા માં લોકોનું  સમર્થન જોવા મળ્યું હતું.

Exit mobile version