લિંબાયત ની એક સ્કૂલ માં ફી ભરનાર ૨૦૦ વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા નહી દીધા

માઉન્ટ મેરી સ્કૂલ ની મનમાની વિદ્યાર્થીને સ્કૂલ બહાર ઊભા રાખ્યા

સુરત શહેર ના લિંબાયત વિસ્તારમાં આવેલ માઉન્ટ મેરી સ્કૂલ ના સંચાલકોએ આજે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ને વાર્ષિક પરિક્ષા આપવા નહી દેતા વાલીઓ એ સ્કૂલ ની બહાર ભેગા મળીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. શિક્ષણ વિભાગ ના નીતિ નિયમો લાગુ ન પડતા હોય તેમ સંચાલકો એ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ના ભવિષ્ય ને જોખમમાં મુકી દીધું હતું. આ ગરીબ વિદ્યર્થીઓનો વાક એટલોજ હતો કે તેમના વાલીઓએ ફી ભરી નહોતી. આ પ્રકારની ઘટના મા વિદ્યાર્થીઓના માનસ અને ભવિષ્ય ઉપર ગંભીર અસરો પહોંચી શકે છે. આ બનાવ ને ગંભીરતાથી લઈ ડી ઈ ઓ તરફથી સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી થાય તેવી માંગણી વાલીઓ દ્વારા કરવામાં આવી છે

Exit mobile version