પાટણ રાધનપુર સમી UGVCL ની લાલિયા વાડી થી આમ ગ્રાહકો બન્યા પરેશાન: ગ્રાહકો ના વીજ બીલ ના નાણાં ઉઘરાવી તેની પાવતી ગ્રાહકો ને ના આપી લોકો સાથે છેતરપિંડી

પાટણ રાધનપુર 

સમી UGVCL ની લાલિયા વાડી થી આમ ગ્રાહકો બન્યા પરેશાન: ગ્રાહકો ના વીજ બીલ ના નાણાં ઉઘરાવી તેની પાવતી ગ્રાહકો ને ના આપી લોકો સાથે  છેતરપિંડી

વીજ વપરાશ ના તોતિંગ બિલ ગ્રાહકો ને પધરાવી ને કંપનીના માણસો પોતાની મનમાની કરતા ગ્રાહકોમાં ભારે રોષ

પાટણ જીલ્લા ના મુખ્ય મથક સમી તેમજ આજુ બાજુના વિસ્તારમાં  ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે, જે કંપની દ્વારા ગ્રાહકો ને સુવિદ્યા સભર વીજ પુરવઠા ની જાહેરાતો કરાય છે.પરંતુ  ગ્રાહકો છેતરાઈ રહ્યા છે જેનું ઉતમ ઉદાહરણ સમીમાં જોવા મળી રહ્યું છે.વીજ વપરાશ ના તોતિંગ બિલ ગ્રાહકો ને પધરાવી ને કંપનીના માણસો પોતાની મનમાની કરી રહ્યા હોવાની વિગત સામે આવી છે.તો બીજી તરફ ગ્રાહકો સાથે છેતરપિંડી ને લઇને જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને ઘણી વાર ગ્રાહકો ને ડુપ્લીકેટ વીજ બીલ ભર્યા ની પહોચ આપવામાં આવ્યા ના કૌભાંડના  ના પર્દાફાશ થાય તે પહેલાં તેને કંપની ની સાખ બચાવવા દાબી દેવામાં આવે છે. 

સમી વેપારી એસોસિયેશન નાં પ્રમુખ ભીખાભાઈ પરમાર નાં જણાવ્યા અનુસાર હમણાં થોડા સમય અગાઉ પણ યૂ.જી.વી.સી.એલ સમીના કર્મચારી દ્વારા ગ્રાહકો ના વીજ બીલ ના નાણાં ઉઘરાવી તેની પાવતી ગ્રાહકો ને ના આપી લોકો સાથે  છેતરપિંડી કરી હતી.જે બાબતે અસંખ્ય બનાવ બની રહ્યા હોવા છતાં  કંપનીના અધિકારીઓ પોતાની ભૂલો ઉપર ઢાંક પીછોડા કરવા તેમજ કંપની ના ફાયદા માટે વીજ  ગ્રાહકો ના વીજ પુરવઠો ખોટી રીતે કાપી ને ગેર કાયદેસર પુનઃ વીજ જોડાણ ના નાણાં વસૂલ કરવામાં આવી રહ્યા હોવાની વિગત જણાવી છે.ત્યારે ચોક્કસપણે સમી ખાતે ઉચ્ચ કક્ષાએ આ બાબત ને ધ્યાને લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સમી UGVCL ની લાલિયાવાડી નો પર્દાફાશ બહાર આવશે તેવું જણાવ્યું છે.

પ્રજાજનો ને યેન કેન પરેશાન કરવા તેમજ  ઘણા વીજ ગ્રાહકોએ તો  લાઈટ બિલ ના નાણાં ભરપાઈ કર્યા હોવા છતાં જોડાણ કાપી નાખવા ના કિસ્સા બહાર આવી રહ્યા છે, આ બાબતે   યૂ જી વી સી એલ ના અધિકારીઓ જોડે રજૂઆત કરવામાં આવતા પોતાની કંપની ના કર્મચારીઓ નિષ્ઠાવાન હોવાનું રટણ કરવામાં આવે છે. ગ્રાહકો ની સમસ્યાઓ ને ધ્યાન માં લેવાની જગ્યા ઍ ગ્રાહક સુરક્ષા બાબતો ની જોગવાઇ ના સરેઆમ લીરા ઉડાડવામાં આવે છે.ત્યારે આવા જવાબદાર અધિકારીઓ હોય કે પછી કામ કરતો કર્મચારી આવા કોઈપણ પ્રકારની લાલિયાવાડી કરતા માણસો સામે આકરા પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

યૂ.જી.વી.સી.એલ પોતાના ગ્રાહકો ને વીજ પુરવઠો પૂરો પાડવાની  જગ્યા એ  ગ્રાહકો  ને પરેશાન કરવાની ગંભીર પ્રકાર ની બેદરકારી બતાવે છે તે ચોક્કસપણે સમી ખાતે સામે આવી રહ્યું છે. વીજ વપરાશ ના બિલો માં પણ અસમાનતા જોવા મળે છે અને ઘણા લોકો ને વીજ વપરાશ ઓછો હોય તો પણ તોતિંગ બિલો પધરાવવા માં આવે છે, ત્યારે પ્રધાનમંત્રી દ્વારા સોલાર ઉર્જા ના વપરાશ માટે એક બાજુ અપીલ કરવામાં આવી રહી છે લોકો ને સુવિદ્યા સભર જીવન મળે તે માટે ભરપૂર પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કર્મચારીઓ તંત્રની છબી ખરાબ કરતા હોય છે જેનું ઉદાહરણ સમી માં જોવા મળી રહ્યું છે.આ બાબતે સમી વેપારી એસોસિયેશન ના પ્રમુખ ભીખાલાલ એમ પરમાર દ્વારા આમ નાગરિકો ને પડતી હાલાકી બાબતે યૂજીવીસીએલ ના આવા કર્મચારી સહિત જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં ભરવા તેમજ આમ  નાગરિકો ની સુવિદ્યા  જળવાઈ રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં કોઈ નિકાલ નહિ થતાં ગ્રાહકો માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.અને આવા જવાબદાર અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરી આકરા વલણ સાથે પગલાં ભરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું ભીખાભાઈ એ જણાવ્યું હતું.

Exit mobile version