
પાટણ સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી વોટ્સેપ મા સુસાઈડ નોટ લખી ગુમ થતાં ચકચાર મચી
પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીને હેમ ખેમ પરત લાવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા
સિધ્ધપુરના સહેસા ગામે રહેતી અને પાટણ સિવિલ હોસ્પિટલમાં નસૅ તરીકે ફરજ બજાવતી પ્રીતિ પરમાર નામની યુવતી એ ઘરે થી નોકરી જવાનું જણાવી નિકળ્યા બાદ પરિવારના સભ્યના મોબાઈલ ફોનમાં વોટ્સેપ મા સ્યુસાઈડ નોટ લખીને ભેદી સંજોગોમાં ગુમ થતાં પરિવારજનો દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી ને સહીસલામત પાછી મેળવવા તપાસના ચક્રો ગતિશીલ બનાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર બનાવવાની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સહેસા ગામે રહેતા પરમાર પરિવારની દીકરી અને પાટણ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવતી પ્રીતિ પરમાર એ નોકરી પર જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરિવારના સભ્યના મોબાઈલ ફોન પર whatsapp માં જીવનમાં ઘણુ કરવાની ઈચ્છા હતી પરંતુ જીંદગી થી નફરત થઈ ગઈ છે અને જીંદગીથી થાકી ગઈ છું, કંટાળી ગઇ છું જેથી સુસાઈડ કરવા જઉ છું તેવો મેસેજ કરતાં અને આ whatsapp મેસેજ પરિવારજનો વાંચતા ચિંતામાં ગરક થઈ ગયા હતા. અને આ મામલે તાત્કાલિક પાટણ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે યુવતી ને હેમખેમ શોધીને પરત લાવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
સિદ્ધપુર તાલુકાના સહેસા ગામના પરમાર પરિવારની દીકરી અને પાટણ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પ્રીતિ પરમાર ની આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ ભાળ મળી ન હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે