
સમી તાલુકાના વરાણા ગામ ખાતે મારામારી ની ઘટના બની: જાદુગરના સ્ટોલ પર 25 થી વધુ લોકોની ટોળકીએ તોડફોડ કરી આતંક મચાવ્યો
વરાણામા ચાલી રહેલા લોકમેળા દરમિયાન ટોળકીએ આતંક મચાવ્યો: લાખો રૂપિયાના સાધન સામગ્રી તોડી પાડતાં પરિવારને ભારે નુકશાન
પોલીસ સમયસર નાં આવી હોવાના પરિવારે કર્યા આક્ષેપ
ઘટના બાદ પોલીસ પહોંચી આતંક મચાવનાર તત્વોને ઝડપી કાર્યવાહી હાથ ધરી
પાટણ જિલ્લાના વરાણા ખોડીયાર ધામ ખાતે હાલ પૂરજોશ માં 15 દિવસીય લોકમેળો યોજાઈ રહ્યો છે.ત્યારે આજરોજ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વરાણા ખાતે મારામારી ની ઘટના બનતા પોલીસ તંત્ર ની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ વરાણામા ચાલી રહેલા લોકમેળા દરમિયાન જાદુગર જુલ્લી નામના સ્ટોલ પર શો જોવા આવેલ આશરે 25 થી વધુ લોકોની ટોળકીએ ધમાલ મચાવી હતી.જેમાં દારૂડિયાઓ પણ સાથે હોવાની વિગતો પરિવારજનો એ જણાવી હતી. જાદુગર પરિવારના જણાવ્યા મુજબ આતંક મચાવી લાખો રૂપિયાના સાધન સામગ્રી તોડી પાડતાં પરિવારને ભારે નુકશાન થયું હોવાની વિગતો જાણવા મળી છે.
સમી તાલુકાના વરાણા ગામ ખાતે મારામારી ની ઘટનામાં જાદુગર જુલ્લી નામના સ્ટોલ ઉપર ટોળકીએ આતંક મચાવી મારામારી કરી અને પરીવાર નાં મહિલાઓ સહિત પુરુષોને પણ માર માર્યો હોવાની વિગતો જાણવા મળી છે.વરાણા ખોડલ ધામ ખાતે હાલ લોકમેળો યોજાય રહ્યો છે. જે મેળામાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે અને લોકમેળા નો આનંદ લેવા લોકો આવતા હોય છે ત્યારે આવી ઘટનાં બનતા અફરાતફરી નો માહોલ છવાયો હતો.વરાણા ખાતે જાદુગર જુલ્લી નામના સ્ટોલ ઉપર કોઈ કારણોસર ટોળકીએ તોડફોડ મચાવી હતી અને મારામારી ની ઘટનામાં નાના મોટી ઈજાઓ પહોંચી હોવાની વિગતો જાણવા મળી હતી. આ ટોળકીએ ઉશ્કેરાઈ ને જાદુગર નાં સ્ટોલ ઉપર આવેલ તમામ ખુરશીઓ,ઘર સામાન,ચીજ વસ્તુઓ અને સ્પીકર સહિતના તમામ સ્ટોલ માં આવેલ ચીજ વસ્તુઓ ને તોડી પાડી હતી.જે ઘટના ને પગલે લોકોમાં પણ અફરા તફરી જોવા મળી હતી.અને આ ટોળકીએ તોડફોડ કરી ભારે આતંક મચાવ્યો હોવાની વિગત જાણવા મળી હતી.
વરાણામા જાદુગર જુલ્લી નામના સ્ટોલ પર મારામારી ની ઘટના બની જે ઘટનામાં 200 થી વધુ ખુરશીઓ સહિત સ્પીકર સેટ તેમજ ઘર વખરી સામાન સહિત તંબુ તોડી પાડતાં લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો.ઘર વખરી સામાન થી લઈને તમામ જાદુગર ને લગતી ચીજ વસ્તુઓ અને ખુરશીઓ તેમજ સ્પીકર સેટ તોડી ધમાલ મચાવી હોવાની વિગતો સામે આવી છે.પરિવારના જણાવ્યા મુજબ સ્થાનિક બંદોબસ્ત માં આવેલ પોલીસ તંત્ર અને હોમગાર્ડ જવાનો ને પરીવાર દ્વારા જાણ કરાઇ હોવા છતાં કાર્યવાહી કરવાના બદલે દોડી ભાગ્યા હોવાનાં પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
વરાણા ખાતે 25 થી વધુ લોકોની ટોળકીએ ત્રાસ મચાવ્યો હોવાની વિગત પરિવારજનો એ જણાવી હતી. અને ચાલી રહેલા લોક મેળામાં જાદુગર નાં સ્ટોલ પર તોડફોડ કરતા લોકોમાં અફરાતફરી મચી હતી. આ ઘટનામાં જાદુગર પરિવારના મહિલાઓ ને પણ માર માર્યો હોવાની વિગતો સામે આવી છે.ત્યારે આવા આતંક મચાવનાર ટોળકી સામે કેવા પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું પરંતુ લોકોના જણાવ્યા મુજબ આ ઘટનામાં ગુનેગારો ને પૂરતી સજા થવી જોઈએ તેવું લોકો જણાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ તોડફોડ કરી રહેલ ટોળકીને અટકાવવા જતાં મહિલાઓ અને સ્ટોલ નાં પરિવારજનો ને માર મારવામાં આવ્યો હતો.જે બાદ પરિવારના સભ્યો એ બંદોબસ્ત માં આવેલ પોલીસ તંત્રને અને હોમગાર્ડ જવાનો ને જાણ કરી રોકવાનું કહ્યું હતું પરંતુ આ ઝગડામાં પોલીસ અને હોમ ગાર્ડ જવાનો પણ નાસી ગયા હોવાના આક્ષેપ પરિવારજનો એ કર્યા છે.
જાદુગર નાં સ્ટોલ પર મારામારી ની ઘટના એટલી વિકટ બની હતી કે ટોળકીએ હથિયારો સાથે ત્રાસ મચાવ્યો હોવાની વિગત પરિવારજનો કરી રહ્યા છે. આ ઘટનાને પગલે સમય વીત્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હોવાની વિગતવાર પરિવારજનો કરી હતી. અને ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આ લુખ્ખા તત્વોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ