
મળતી માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવતા ઇટાડી ગામે ચોકડી પાસે રોડ પર બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા એકનુ ધટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યુ છે જેમા બીજા ઇજજા ગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાં માહીતી મુજબ ઇટાડી ગામે સ્ટેશન ઉપર સૂર્યકાંતભાઈ કાન્તિભાઈ તાવિયાડ તથા સંજેલી ગામે રહેતા જયેશભાઈ ભરતભાઈ ચારેલ આમ બંને જણ જયેશભાઈ નું મોટરસાઇકલ લઇને મરણ પામેલ સૂર્યકાંતભાઈ ના ઘરે મોલી ગામે નળાફળિયામાં જતા હતા જેમા જયેશભાઈ મોટરસાઇકલ ચલાવતા હતા સૂર્યકાંતભાઈ પાછળ બેઠેલા હતા અને બંને મોટરસાઇકલ વચ્ચે એક્સિડન્ટ થયેલ છે જેમા સૂર્યકાંતભાઈ ની લાશ પડેલી હતી અને તેમના માથાના ભાગે ઇજ્જાં થયેલ હતી અને જેની બાજુમાં બે મોટરસાઈકલ પડેલ હતી સૂર્યકાંતભાઈ ની મામા ના છોકરા જયેશભાઈ ભરતભાઈ ચારેલ ની સ્પેલેનડર મોટરસાઇકલ હતી અને રોડની નજીક બાજુમાં એક ડીસ્કવર ની મોટરસાઇકલ પડેલું હતુ એસ ટી બસ ને ઓવર ટેક કરતાં બંને મોટરસાઇકલ ધડાકે ભેર અથડાતા સૂર્યકાંતભાઈ ને માથાના જમણા ભાગે ગંભીર ઈજજા થતા તેમનુ મોત થવા નીપજ્યું છે ત્યારે સરકારી વાહન મા તેમને સામુહિક આરોગ્ય કેન્દ્ર સંજેલી મા લાવવા માં આવ્યા અને જયેશભાઈ ને માથાના ભાગે તેમજ પગે ઉજ્જાં થતા દાહોદ દવાખાને રિફર કરવામાં આવ્યા સામે વાળા વાસિયા ચાકીચણા ગામના વતની છે તેઓને પણ ગંભીર ઈજ્જાં થય છે અને તેઓ પણ દવાખાને દાખલ છે તેમ જાણવા મળ્યું છે આબાબતે સંજેલી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે અને કાયદે સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ મરણ પામનારના ભાઈ પ્રકાશ ભાઈ વાલસિંગભાઈ તાવિયાડ એ ફરીયાદ નોંધાવી છે
રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી
વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ સંજેલી