
સુરતઃ સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલાં નડતર રૂપ મંદિરોને હટાવવા શરૂ થયેલી નોટીસ ઝુંબેશ બાદ આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ મોરચો કાઢીને સુત્રોચ્ચાર સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું. મહાનગર પાલિકા દ્વારા મંદિરોને હટાવવા માટે આપવામાં આવેલી નોટિસો રદ્દ નહી કરવામા આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. બીજી તરફ એવું પણ કહેવાય છે કે જે રસ્તામાં નડતર રૂપ મઝારો આવે છે તે હટસે પછી જ મંદિર હટશે, તમામ મંદિરો નાં હટાવવા સામે આ બન્ને સંગઠનો નો વિરોધ નથી પરંતુ જે મંદિરો પૌરાણિક છે અને હિંદુઓની આસ્થા નાં કેન્દ્ર છે તેવા મંદિર દુર કરવા સામે સંગઠનોએ વિરોધ નો સૂર નોંધાવ્યો છે.