A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरात

સિદ્ધપુરમાં સદાબહાર ગ્રુપ આયોજિત શ્રી રામકથાના સમાપનમાં ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાયા.

કથા સમાપનમાં દિવસે રાવણનો ઉધ્ધાર અને ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક યોજાયો. વક્તા શાસ્ત્રી રાકેશભાઈ ઠાકર દ્વારા આયોજકો અને ભક્તોનો આભાર વ્યક્ત કર્યો..

પાટણ જીલ્લાના સિધ્ધપુર શહેરમાં આવેલ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની અંબાવાડીમાં અંબાજી માતા પરિસરમાં સિધ્ધપુર સદાબહાર ગ્રુપ દ્વારા શ્રી રામકથાનું 9 દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શ્રી રામકથાના 9 દિવસ પૂર્ણ થતા સમાપન પ્રસંગ યોજવામાં આવ્યો હતો.

જેમાં વક્તા શાસ્ત્રી રાકેશભાઈ ઠાકર દ્વારા કથાના સમાપન દિવસે હનુમાનજી નો લંકા પ્રવેશ ત્યારબાદ રાવણનું ઉદ્ધાર અને અંતે ભગવાન શ્રીરામનું રાજ્ય અભિષેક કરાયા બાદ કથાનું સમાપન કરાયું હતું.

Related Articles

શ્રી રામકથાના નવ દિવસ સુધી ભવ્યથી ભવ્ય આયોજન સાથે કથામાં શ્રી રામનો મહિમા, શિવ ચરિત્ર, શિવ વિવાહ, શ્રી રામજન્મ મહોત્સવ, બાળલીલા, જનકપુર દર્શન, પુષ્પવાટીકા, ધનુષ્ય ભંગ, શ્રીરામ સીતા વિવાહ, શ્રીરામ વનગમન, રામ ભરત મિલાપ, શબરી રામ મિલાપ, હનુમાન ચરિત્ર સહિતના વિવિધ પાત્રોનું વક્તાના મુખે સુંદર રસપાન કરાવવામાં આવ્યું હતું.

શ્રી રામકથાના સમાપન પ્રસંગે હરિયાણા થી આવેલ ગ્રુપ દ્વારા ભગવાન શ્રીરામ લક્ષ્મણ હનુમાનજી અને રાવણની ઝાંખી રજૂ કરવામાં આવી હતી જેને જોઈ ભક્તજનો દંગ થઈ ગયા હતા.

શ્રીરામ કથાના સમાપનના દિવસે પ્રસાદના દાતા યજ્ઞકુમાર મૂળશંકર પંડ્યા પરિવાર અને આઇસક્રીમ દાતા જયેન્દ્રભાઈ રમણલાલ ઠાકર પરિવાર દ્વારા કથાનું રસપાન કરી ભગવાન શ્રી રામની મહા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

શ્રી રામકથામાં મુખ્ય દાતા સંજયભાઈ શુક્લ અને મનીષભાઈ શુક્લ તેમજ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અજીતભાઈ મારફતિયા, જગદીશભાઈ અંબાલાલ પાલડીયા, છગનલાલ ઉકાભાઇ દવે, અમરતભાઈ પ્રભુદાસ પટેલ, કનુભાઈ જીવતરામ ઠક્કર, દીપકકુમાર કનૈયાલાલ ઠાકર, નામિક હરેશભાઈ ભટ્ટ, હસમુખભાઈ પ્રજાપતિ, મેહુલભાઈ શાહ, વિકાસભાઈ પ્રજાપતિ, પ્રહલાદભાઈ પરિધાન, દીપકભાઈ શેઠ સહિત અનેક દાતાઓએ શ્રી રામકથામાં અમૂલ્ય દાન આપી દાનની સરવાણી વહાવી હતી.

નવ દિવસની કથામાં સિધ્ધપુર સદાબહાર ગ્રુપ દ્વારા તથા સાંભળવા આવતા રામ ભક્તો માટે મિનરલ પાણીની સુવિધા લીંબુ શરબતની સુવિધા ફ્રુટ ની સુવિધા તેમજ આઈસ્ક્રીમ અને પ્રસાદની વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું તેઓનું આ આયોજન નગરજનોને ઉડીને આંખે વળગે તેવું જોવા મળ્યું હતું. નગરજનો દ્વારા શ્રી રામકથાના આ ભગીરથ કાર્યને સદાબહાર ગ્રુપ દ્વારા આયોજન કરવા બદલ બિરદાવ્યું હતું.

Akhand Bharat ગોવાભાઈ આહીર પાટણ

Back to top button
error: Content is protected !!