
સુરત, કાપોદ્રા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે ઇન્દિરાનગરમાં રહેતા 36 વર્ષીય દેવિલાલ ઉદયલાલ સુથાર ફર્નિચર નું કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેને કાપોદ્રા પોલીસ સ્ટેશન મા ત્રણ અજાણ્યા સામે અપહરણ અને લૂંટ ની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગયા મહિને દેવીલાલ લગ્ન પ્રસંગમાં તેના ગામ ગયા હતા. ત્યારે તેમને ફોન કરીને ફરનિચરનું કામ અપાવવાનું હોવાનુ જણાવ્યું હતું. પરંતુ તે સમયે વતન રાજસ્થાન હોવાનુ કહ્યું હતું. બાદમાં એ ફોન પર વેપારીએ સુરત આવીને ફોન કર્યો હતો. છ સાત દિવસ પહેલા ત્રણ અજાણ્યા એક કાર લઈ ને આવ્યા હતા. અને તેમને ફાર્મ હાઉસ મા ફર્નિચર નુ કામ કરવા માટે સાથે લઇ ગયા હતા. બાદમાં બલેશ્વર ગામનાં એક ખેતરના ગેટ પાસે ગાડી ઉભી રાખી નીચે ઉતર્યા હતા. ત્રણ પૈકી એક અજાણ્યાએ દુર એક બાંધકામ વાળી જગ્યા બતાવી હતી. અને ત્યાં ફર્નિચર કરવાનું કહીને લઈ જતા હતા. ત્યારે એક જણે પાછળથી પકડી લીધા હતા. અને મારવાનું શરૂ કરી દીધું અને ધમકી આપી હતી. જેથી વેપારી એ પોતાની પાસે નાં રોકડા સો રૂપિયા અને મોબાઈલ આપી દિધો હતો. અપહરણકારોએ મોબાઇલનો પાસવર્ડ તથા ફોનપે નો યુપીઆઈ પિન જાણી લઈને અલગ અલગ ખાતામાં 99 હજાર રૂપિયા ટ્રાન્સફર કરીને કુલ 1.09 લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા. વેપારીની ફરિયાદને પગલે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી બે આરોપી કમલેશ અને સોનું સ્વાઈ ની ધરપકડ કરી છે વધુમાં આરોપીઓ એ કડોદરા ખાતેથી કાર ભાડે લીધી હતી. પોલિસે તે કાર, મોબાઈલ અને રોકડ મળી કુલ 4.44 લાખના મુદ્દામાલ કબ્જે લીધા છે. આ કિસ્સો જોતા લાગી રહ્યું છે કે હવે જનતાએ પણ સાવધાન રહેવા ની ખૂબજ જરૂર છે.