
રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં જીઓ કંપનીના નેટવર્કના ધાંધિયા.
રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જીઓ કંપનીના સિમ કાર્ડનો લોકો ભારે માત્રમાં વપરાસ કરી રહ્યા છે. છેલ્લા ધણા સમયથી ડુંગર, વિકટર, દાતરડી સહિતના ગામડાઓમા જીઓ કંપનીના નેટવર્કનાં ધાંધિયા હોવાથી લોકો પરેશાન થઇ રહ્યાં છે. આ બાબતે વિકટર ગામના સ્થાનિક આગેવાન રહેમાનભાઇ ગાહાએ જણાવેલ કે, અમારા વિકટર ગામમાં જીઓ કંપનીનું નેટવર્ક પણ નથી આવતુ અને વારંવાર ટેકનિકલ ખામી સર્જાઇ રહી છે. ધણા સમયથી નેટવર્કના ધાંધિયા હોવાથી લોકો હેરાન થઇ ગયા છે. અનેકવાર લોકોએ કંપનીમાં જાણ કરાઇ છતાપણ કોઈ નિરાકરણ ન આવ્યું. ત્યારે હવે જીઓ કંપની નેટવર્ક ટીમ દ્વારા યોગ્ય નિરાકરણ કરવામા આવે તેવી માંગ ઉઠી છે