
ઘુડખર અભ્યારણ્ય નજીક બાયો મેડિકલ વેસ્ટ ઠલવાયો
આરોગ્ય વિભાગની બેદરકારી ઊડીને આંખે વળગી
સાંતલપુર તાલુકાના રોઝુ નજીક હોસ્પિટલોની ઘોર બેદરકારી સામે આવવા પામી હતી.અને રણ નજીક નેશનલ હાઇવે પર બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો ઠાલવવામાં આવતા વન્ય પ્રાણીઓ તેમજ લોકોના જીવ સામે જોખમ ઉભું થવા પામ્યું છે.જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવોએ ગુનો હોવા છતાં ખુલ્લેઆમ મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતા અને અભ્યારણ નજીકના વિસ્તારમાં મેડિકલ વેસ્ટનો જથ્થાનો નિકાલ કરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા હતા.અને આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થવા પામ્યા હતા . મેડિકલ વેસ્ટ નાખવું ગુનો છે તેમજ મેડિકલ વેસ્ટના કારણે લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થાય છે.ત્યારે હોસ્પિટલો અને ઉઘાડપગા ડોક્ટરો દ્વારા અભ્યારણ વિસ્તાર નજીક મેડિકલ વેસ્ટ નાખવામાં આવતા વન્ય પ્રાણીઓના જીવન સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.બીજી તરફ આરોગ્ય વિભાગ પણ જાણે કે નિંદ્રામાં પોઢતુ હોય તેવું લાગી રહ્યું છે.જંગલ અને અભ્યારણ વિસ્તાર નજીક મેડિકલ વેસ્ટનો જથ્થાનો નિકાલ કરાતા વન્ય પ્રેમીઓમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.હોસ્પિટલ કે ઉઘાડપગા ( ઊંટ વેદિયા ) ડોક્ટરો દ્વારા આ જથ્થો ફેંકવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળવા પામ્યું હતું .
ઉલ્લેખનીય છે કે જાહેરમાં