
પાટણ એસટી ડેપો વિભાગમાં નોકરી કરતા કર્મચારી પાસે ઓફિસના કર્મચારી કમ કન્ડક્ટર દ્વારા રજા મંજૂર કરવા માટે 1000 રૂપિયાની લાંચ માંગતા કર્મચારી દ્વારા એસીબીમાં ફરિયાદ આપતા છટકું ગોઠવી રંગેહાથ રૂપિયા એક હજારની લાંચ લેતા કંડકટર ગૌતમ રાવલને એસીબીએ રંગે હાથે ઝડપી લીધો હતો.
પાટણ એસટી ડેપો વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીને ધાર્મિક કામ અર્થે રજા ની જરૂર હોય રજા માંગતા વિભાગમાં ફરજ બજાવતા કંડકટર કમ ઓફિસ વર્ક કર્મચારી ગૌતમભાઈ મંગળભાઈ રાવળ દ્વારા રજા મંજૂરી અર્થે 1000 રૂપિયાની લાંચ માગતા કર્મચારી લાંચ આપવા તૈયાર ના હોય પાટણ એસીબીમાં ફરિયાદ કરતા એસીબી વિભાગ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસટી ડેપો વિભાગમાં જ કંડકટર માંગેલ લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે રંગે હાથે રૂપિયા 1000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. કર્મચારીને એસીબીએ ડીટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે.. પોતાના સહકારમી પાસે પણ માત્ર રજા જેવી સામાન્ય બાબતમાં રૂપિયા 1000ની લંચ માગતા એસીબીમાં પકડાતા સમગ્ર એસટી ડેપો વિભાગમાં ભારે ચર્ચા ઊભી થઈ હતી.