A2Z सभी खबर सभी जिले कीUncategorizedक्राइमगुजरात

પાટણ જિલ્લાના રાધનપુર ઠાકોર વાસ માથી વિદેશી દારૂ ના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી લેતી એલસીબી ટીમ

પાટણ જિલ્લાના

રાધનપુર ઠાકોર વાસ માથી વિદેશી દારૂ ના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી લેતી એલસીબી ટીમ

ગુનામાં સંડોવાયેલા અન્ય બુટલેગર ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કરતી રાધનપુર પોલીસ: પાટણ જિલ્લા ના તાલુકા મથક રાધનપુર શહેરના ઠાકોર વાસમાં વિદેશી દારૂ ના જથ્થા સાથે બાતમી આધારે  એલ.સી.બી.ટીમ પાટણ નાઓએ બુટલેગર ને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ વી.આર.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન મળેલ બાતમી આધારે રાધનપુર મોટા ઠાકોરવાસમાં રેઇડ કરતાં ઠાકોર દેવાભાઇ શંકરભાઇ રહે.રાધનપુર મોટો ઠાકોરવાસ તા.રાધનપુર જી.પાટણવાળાને ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ની બોટલો-ટીન નંગ-૨૪૪ કિં.રૂ.૩૧,૦૭૦તથા મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૪૧,૦૭૦ ના મુદામાલ સાથે પકડી પાડી ઠાકોર દેવાભાઇ શંકરભાઇ રહે.મોટો ઠાકોરવાસ તા.રાધનપુર જી.પાટણ ને ઝડપી ગુનામાં સંડોવાયેલાનિરાશ્રીત ઠાકોર શૈલેષભાઇ શીવાભાઇ રહે.રાધનપુર તળાવની પાળ ઉપર કાશીવિશ્ર્વનાથ મહાદેવ ના મંદીર પાસે તા.રાધનપુર જી.પાટણ ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!