A2Z सभी खबर सभी जिले कीअन्य खबरे

ગબ્બર ખાતે ચઢવા અને ઉતરવા એમ બંને માટે ઉતરવાના પગથિયાનો જ ઉપયોગ કરવાનો રહેશે*

અંબાજી અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગબ્બર ટોચ ખાતે પણ યાત્રાળુઓ પગથિયા મારફતે મોટી સંખ્યામાં દર્શનાર્થે જાય છે. ગબ્બર ખાતે વિવિધ વિકાસલક્ષી કામો કાર્યરત છે. હાલમાં ગબ્બર ચઢવા અને ઉતરવાના પગથિયાનું નવિનીકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે. યાત્રાળુઓની સલામતિ અને સુરક્ષાને ધ્યાને લઈ પગથિયાની કામગીરી ચાલુ હોઈ ગબ્બર ચઢવાના પગથિયા મારફત યાત્રાળુઓનો પ્રવેશ બંધ કરવામાં આવે છે. યાત્રાળુઓની સગવડતા ખાતર અને દર્શન વ્યવસ્થા ચાલુ રહે તે માટે ગબ્બર ઉતરવાના પગથિયા મારફતે યાત્રાળુઓએ પગથિયા ચઢવાના રહેશે. ગબ્બર ખાતે ચઢવા અને ઉતરવા એમ બંને માટે ઉતરવાના પગથિયાનો જ ઉપયોગ કરવાનો રહેશે. સર્વે યાત્રાળુઓએ મંદિર ટ્રસ્ટ ધ્વારા આ વ્યવસ્થામાં સહકાર આપવા શ્રી કૌશિક એસ.મોદી, વહીવટદાર અને અધિક કલેકટરશ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!