A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

પાટણ પાલિકા દ્વારા ત્રણ વોર્ડમાં 50 હજારથી વધુનો વેરો બાકી મિલ્કતધારકોને અંતિમ નોટિસ બજાવશે

પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો પાસેથી વેરાની રકમ વસુલાત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જુમ્બેશ દરમિયાન વેરા શાખા દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 200 જેટલા નળ કનેક્શન અને 80 જેટલા ભૂગર્ભ કનેક્શન કાપી બાકી વેરા મિલકત ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

વેરા શાખા દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી ને મંગળવારથી રૂપિયા 50,000 થી વધુના બાકી વેરા હોય તેવા વેરા મિલકત ધારકોને નોટિસ ની બજવણી કરી તેમની બાકી રકમ ભરપાઈ કરવા કડક સૂચના આપવામાં આવશે અને નગરપાલિકાની વેરા શાખા દ્વારા નોટિસની બજવણી બાદ પણ બાકી વેરા મિલકત ધારક દ્વારા પોતાની બાકી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મંગળવારે વેરા શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર 1,9 અને 11 માં 125 થી વધુ બાકી વેરા મિલકત ધારકોને નોટિસ ઇસ્યુ કરી ત્રણ દિવસની મહોલત આપવામાં આવશે અને મહોલત વિત્યા બાદ બાકી વેરાની રકમ ભરપાઈ નહીં કરનાર મિલકત ધારકોની મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.પાટણ નગરપાલિકાની વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે ઉપરોક્ત કામગીરીને લઈને સોમવારે સાંજે વેરા શાખા ની તમામ ટીમોને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનો કર્યા હતા.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!