
બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર
સંતરામપુર તાલુકાના નાની રેલ ગામે કુવામાંથી મળ્યો મૃતદેહ: બનાબ વિશે પુત્ર એ આપી મિડ્યા ને પ્રતિકિયા
ખાંટ નરેશભાઈ પુજાભાઈ ના પુત્ર ના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાના માતા પિતા સાથે પુત્ર મામાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી પોતાના પરિવાર સાથે લગ્ન માં ગયેલ હતા. જેમાં તે જ દિવસે રાત્રીના સમયે 12 કલાકે મારા પપ્પા જોવા ન મળતાં મેં આજુ બાજુ શોધખોળ હાથ ધરી હતી. અને છેવટે ન મળતા મેં બીજા દિવસે સવારે મારા પપ્પાના ઘરે જઈ મારા કાકાને પૂછયું હતું કે કાકા પપ્પા આયા છે ધરે કાકાએ કીધું મને કે અહીંયા તો નથી આયા જેથી પછી અમો કાકા ને પરિવાર ભેગા થઈ મામાના ઘરે ગયેલ હતા.
અને ત્યાં આજુ બાજુ ફરી બધા મળી ચેક કરતા મામાના ઘરના કુવામા મારા પપ્પા ની મૃત્યુ પામેલ હાલતમાં દેટબોડી મળી આવેલ હતી. જેથી અમારા કાકાકે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે જઈ પોલીસ ને બનાવ વિશે જાણ કરી હતી.
જેથી આ બાબતે સંતરામપુર પોલીસે ગંભીરતા લઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી જઈ અમારા પિતાની લાશને કુવામાંથી કઢાવી પોસ્ટ ર્મોટમ માટે સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ હતી.
જેમાં વધુમાં પુત્ર એ આ બનાવ વિશે મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારા પપ્પા નું કોઈએ લગ્નનો પ્રસંગ નો ફાયદો ઉઠાવી મર્ડર કર્યું છે તેમ અમને લાગે છે. કારણ કે અગાઉ અમારા પપ્પા જોડે મામાના ઘરના ગામના સરપંચ અને તેમના વ્યક્તિઓ દ્વારા ઝગડા થયેલ હતા. જેથી હું પ્રશાસન ને વિનંતિ કરું છુ કે આ બાબતે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે અને આના પાછળ જેનો પણ હાથ હોય તેની સામે કાનુની જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને મારા પપ્પા ને અમારા પરિવાર ને ન્યાય મળે તેવી અમારી લાગણી અને માંગણી છે. તેમ સંતરામપુર માં મિડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલા ની એક મિડિયા અખબારી યાદી માં જણાવેલ છે.